સલાબતપુરા ગોલ્ડન પ્લાઝાથી અજંટા શોપીંગ સેન્ટર સુધીના રોડ પર ચાલી રહેલી બી.ઍસ.ઍન.ઍલ.ની કામગીરી દરમ્યાન અજાણ્યા શખ્સોઍ રૂ.૪૦ લાખના કોપર કેબલોની ચોરી કરી ભાગી છુટ્યા હતા.
અડાજણ પરશુરામ ગાર્ડનની સામે શુભમ પાર્કમાં રહેતા કુંતલભાઇ શૈલેષભાઇ ઇનામદાર સુરતમાં આવેલી બી.ઍસ.ઍન.ઍલ. કંપનીમાં ડિવીઝનલ ઍન્જીનીયર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બી.ઍસ.ઍન.ઍલ. કંપની દ્વારા સલાબતપુરા ગોલ્ડન પ્લાઝાથી અજંટા શોપીંગ સેન્ટર સુધી રોડ પર કોપર વાયર નાંખવાની કામગીરી ચાલી રહી છે. તે દરમ્યાન તા.૨૧મી નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરોઍ ત્યાંથી રૂ.૪૦ લાખથી વધુની કિંમતના ૧૩ કોપર કેબલની ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે કુંતલભાઇઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.