
પાંડેસરા વિનાયïક નગરની પાછળ આવેલી ખાડી નજીક કચરાના ઢગલામાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે લાશનો કબ્જા લઇ પી.ઍમ. અર્થે સિવીલમાં મોકલી આપી છે.
પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે વિનાયક નગરની પાછળ ખાડી પાસે કચરાના ઢગલામાં અજાણ્યા યુવકની લાશ પડી છે. આ હકીકતના આધારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા અજાણ્યા યુવક પર બોથડ પદાર્થ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોîચાડી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે લાશનો કબ્જા લઇ પી.ઍમ. સિવીલમાં મોકલી આપી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા યુવકની ઓળખ અને હત્યારાઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. હાલ પોલીસે વિવિધ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારોમાં યુવકનો ફોટો બતાવી તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે.