
અડાજણ સૌરભ પોલીસ ચોકીની સામે ભરાતી શાકભાજી માર્કેટમાં બિલ્ડરની માતા ખરીદી કરવા માટે ગઇ હતી. તે દરમ્યાન તસ્કરોઍ વૃદ્ધાને ટારગેટ કરી તેમના ગળામાંથી રૂ.૮૦ હજારની સોનાની ચેઇન આંચકી ભાગી છુટ્યા હતા.
અડાજણ સૌરભ રો હાઉસમાં રહેતા દિપકભાઇ જેઠાભાઇ પટેલ બાંધકામના ધંધા સાથે સંકળાયેલા છે. તા.૨૦મી ઓકટોબરના રોજ સાંજના સમયે દિપકભાઇની માતા અડાજણ સૌરભ પોલીસ ચોકીની સામે ભરાતી શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા. શાકભાજી લીધા બાદ દિપકભાઇની માતા ઘરે પરત ફરી રહ્ના હતા. તે વખતે સૌરભ પોલીસ ચોકી સામેના રોડ પરથી પગપાળા પસાર થઇ રહ્ના હતા. તે વખતે બાઇક પર ત્રાટકેલા બે લુંટારૂઓઍ દિપકભાઇની માતાને ટારગેટ કરી ગળામાં ઝાપટ મારી રૂ.૮૦ હજારની ૩ તોલાની સોનાની ચેઇન આંચકી ધુમ સ્ટાઇલમાં ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે દિપકભાઇઍ અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.