મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્નાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્ના હોવાથી દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે.
દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા માટે દોડાદોડી કરતાં જોવા મળી રહ્નાં છે. દિગ્ગજ નેતાઓ દિવસમાં મોટા ભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કરી રહ્નાં છે. સાથે જ મતદારોને રિઝવવા ઍક સ્થળેથી બીજા સ્થળે ઉડાઉડ કરવાની સાથે સાથે મતદારોને મનાવવા પ્રયાસ કરી રહ્નાં છે. ત્યારે સુરતમાં આજે ભાજપના સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસના મુકુલ વાસનિક મતદારોને સંબોધવાના છે. તો આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે સભાના આયોજન કરવામાં આવ્યાં છે.બીજી તરફ તંત્ર પણ ચૂંટણીની તૈયારી લાગી ગયું છે. ઘરે ઘરે બારકોડ વાળી મતદાર સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્નાં છે.