તાજેતરમાં સુરતમાં સ્ટેટેસ્ટિક સર્વેલન્સ દ્વારા મહિધરપુરા વિસ્તારમાંથી શંકાસ્પદ ઇનોવા કારની તપાસ કરતા રૂપિયા ૭૫ લાખ મળી આવ્યા હતા. જેમાંથી ૨ વ્યક્તિઓ મળી આવ્યાં હતાં. સાથે કોંગ્રેસના ર્પાકિંગના પાસ પણ હતા. જેને કારણે આ રૂપિયા કોંગ્રેસનો હોવાનો દાવો કરવામાં આવી રહ્ના હતો. ત્યારે હવે રૂપિયા પકડાયા બાદ નાસી જતાં શખ્સનો સીસીટીવી સામે આવ્યો છે. જેમાં ઝભ્ભા લેંઘામાં ભાગતો વ્યક્તિ કોંગ્રેસના સેક્રેટરી બી.ઍમ.સંદીપ હોવાનું કહેવાય રહ્નાં છે. ત્યારે કોંગ્રેસે આ તમામ આરોપોને ફગાવતા કહ્નાં કે, આ ષડયંત્રના ભાગરૂપે બદનામ કરવાની કોશિષ કરાઈ રહી છે. વીડિયોમાં કોઈ રીતે સ્પષ્ટ થતું નથી કે તે બી.ઍમ.સંદીપ છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વિધાનસભા વિસ્તારની અંદર સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્ના છે. તાજેતરમાં મહિધરપુરા વિસ્તારમાંથી જે રીતે શંકાસ્પદ ઇનોવા કારમાંથી ૭૫ લાખ મળ્યા હતા. તે કોંગ્રેસના હોવાની ચર્ચા હતી. પરંતુ આજે જે પ્રકારના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. તેને લઈને રાજકીય રીતે ભારે ચર્ચા થઈ રહી છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ ઍ.આઇ.સી.સી.ના સેક્રેટરી બી. ઍમ. સંદીપ છે. કોંગ્રેસના ઍ.આઇ.સી.સી.ના સેક્રેટરી જે રીતે જાણે પોતાનો જીવ બચાવીને ભાગતા હોય તેવા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્ના છે. જે રીતે કારમાં ૭૫ લાખ જેટલી મોટી રકમ ઝડપાઈ હતી. તેને કારણે પોતે ત્યાં હાજર ન હોવાનું પુરવાર કરવા માટે બી. ઍમ. સંદીપ કાર છોડીને ભાગ્યા હતા. જ્યારે સ્ટેટેસ્ટીક ટીમ દ્વારા કાર ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે ત્રણ વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી બે ઝડપાઈ ગયા હતા અને ઍક ફરાર થઈ ગયો હતો. ફરાર થઈ ગયેલા વ્યક્તિ બી. ઍમ. સંદીપ હોવાનું કહેવાય રહ્નાં છે. સમગ્ર ઘટના લીધે સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્ટેટેસ્ટિક સ્ટીમ દ્વારા જે રૂપિયા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યાંથી કોંગ્રેસ પાર્ટીના ર્પાકિંગ પાસ મળી આવ્યા હતા. કાર પાસેથી આધારકાર્ડ મળી આવ્યો છે. આધારકાર્ડ બી.ઍમ. સંદીપનો હોવાનું જાણવા મળ્યું છે. જે કાર પાસેથી મળી આવ્યો હતો. આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા બી. ઍમ. સંદીપ સીસીટીવીમાં દોડતા જોવા મળ્યા છે. ટીમ દ્વારા જ્યાંથી ઈનોવા કાર ઝડપી પાડવામાં આવી તે સમયે ૧૦૦ મીટરના અંતરના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. જેમાં સંદીપ દોડતા હોય તેમ કેમેરામાં કેદ થયા છે. સફેદ પાયજામો અને લેંઘો પહેરીને મૂઠીઓ વાળી દોડતા વ્યક્તિ સંદીપ હોવાનું કહેવામાં આવી રહ્નાં છે. પરંતુ કેટલાક નેતાઓનું કહેવું છે કે, મહુવા ખાતે રાહુલ ગાંધીની જે જાહેર સભા યોજાઇ હતી. તેમાં આયોજન માટે જે ખર્ચ થવાનો હતું. તેના પેમેન્ટ ચૂકવવા માટે આ રૂપિયા લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના નૈષધ દેસાઈઍ જણાવ્યું હતું કે, આ ભાજપનું ષડયંત્ર છે. કોંગ્રેસને બદનામ કરવા તેઓ અલગ અલગ રીતે કારસા રચી રહ્નાં છે. પરંતુ લોકો ગુમરાહ થવાના નથી. કોઈનું આધારકાર્ડ મળે કે કોંગ્રેસના કાર્ડ મળે તો ઍ બીઍમ સંદીપ સાબિત થતા નથી. તેઓ ઍ દિવસે સુરતમાં હતા જ નહીં. સાથે જ સીસીટીવીમાં ઍ સ્પષ્ટ પણ થતું નથી કે તેઓ સંદીપ છે. મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા, દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હતો.