
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ સતત જામી રહ્ના છે. રાજકીય પાર્ટીઓનો આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓની વધી ગઈ છે પત્રકારો સાથેનો સંવાદ પણ વધારે દેવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ પર આજે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી છે.
રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીઍ નિવેદન આપતા જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી અલગ અલગ માનસિકતા સાથે મેદાનમાં ઊતરી છે. કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વલખા મારી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની હેસિયત ઉભી કરવા માટે આવી છે. અને ઓવેસી આગ લગાવવા માટે આવ્યા છે. ગુજરાતને બદનામ કરનારાઓ હંમેશા સત્ય રહે છે વિશેષ કરીને ચૂંટણી સમયે તેઓ વધુ સક્રિય થઈ જતા હોય છે. ભારત જોડો યાત્રામાં જે યાત્રા લઈને નીકળ્યા છે તેમની સાથે જે ફોટા પડાવી રહ્ના છે તેઓને સમગ્ર દેશ અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે ઓળખે છે. જે લોકો જોડાઈ રહ્ના છે તેમની માનસિકતા કેવી છે તે અંગે તમામ લોકો જાણે છે. જે લોકો ગુજરાતના પ્રજાને પાણી ન મળે તેના માટે આંદોલન કરી શકતા હોય તે પણ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી તેમની માનસિકતા ગુજરાતની લોકોથી વધુ કોણ જાણી શકે. છેલ્લા લાંબા સમયથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી રહી છે ત્યારે વિકાસ કેવી રીતે થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. સ્થાયી સરકાર પોતાના વિસ્તારમાં વિકાસના અનેક શિખરો સર કરે છે જે પૈકીનું ગુજરાત ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત દેશ આખાને નેતૃત્વ આપી રહ્નાં છે.