
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં વેકેશન બાદ નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ૧૭ દિવસ પુરા થયાં છતાં સમિતિની સ્કૂલમાં સફાઈની કામગીરી ન થતાં હોબાળો મચી ગયો છે. સમિતિની અનેક સ્કૂલમાં સફાઈ ન થતાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. શાસકો તો હાલમાં ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને તંત્રની કામગીરી હાલ નબળી હોવાથી શાળાઓની સફાઈ થઈ શકી નથી,
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૩૦૦થી વધુ શાળામાં દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન બાદ નવું સત્ર શરૂ થઈ ગયું અને ૧૭ દિવસનો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજી પણ શિક્ષણ સમિતિઍ સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સમિતિની શાળા સુધી પહોંચ્યા નથી. સમિતિની શાળામાં છેલ્લા ૧૭ દિવસથી સફાઈ થતી ન હોય શાળામાં અનેક જગ્યાઍ ગંદકી વધી રહી છે. શાળાના ટોયલેટ બાથરૂમ ગંધાઈ રહ્નાં છે. આવી સ્થિતિ હોવાથી સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. સમિતિની શાળા શરૂ થઈ ગઈ અને ૧૭ દિવસો બાદ પણ સફાઈની કામગીરી શરૂ ન થતા વિદ્યાર્થીઓના આરોગ્યથી ચિંતિત ઍવી કેટલીક શાળાના આચાર્યોઍ સમિતિને પત્ર લખ્યો છે. ૧૦ નવેમ્બરથી સફાઈનો કોન્ટ્રાક્ટ આપવા માટેનો પત્ર આવ્યો છે પરંતુ હજી સુધી શાળામાં કોઈ પણ ઍજન્સીનો ઍક પણ સફાઈ કામદાર સફાઈની કામગીરી માટે આવ્યો નથી. જેના કારણે શાળામાં ગંદકી ફાલાઈ રહી છે અને વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાયું છે. જોકે, આવા પત્ર બાદ પણ સમિતિની શાળામાં સફાઈ માટે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી તે આડ્ઢર્ય છે. આ ઍક કે બે સ્કુલનો પ્રશ્ન નથી પરંતુ સમિતિની તમામ શાળાઓમાં આ પ્રકારની ફરિયાદ આવી રહી છે. નિષ્ફળ શાસકો અને નબળા તંત્રને કારણે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. કોન્ટ્રાકટ અપાયા બાદ પણ સફાઈ કામગીરી શરૂ કેમ નથી થઈ તે મોટો પ્રશ્ન છે. પરંતુ શાસકો અને તંત્ર સફાઈની કામગીરી શરૂ કરાવવામાં સફળ થયા ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ છે. આ ઉપરાંત પણ કોન્ટ્રાકટમાં અનેક કામગીરી છે જોકે, ભાગ્યે જ કોઈ સ્કુલમાં આ તમામ પ્રકારની કામગીરી થતી હશે પરંતુ કોન્ટ્રાક્ટરને પૈસા પુરા ચુકવવામા આવે છે તેવી પણ ફરિયાદ છે.,