
મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્નાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્ના હોવાથી દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા માટે દોડાદોડી કરતાં જોવા મળી રહ્નાં છે. દિગ્ગજ નેતાઓ દિવસમાં મોટા ભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કરી રહ્નાં છે.
ભાજપના પુરૂષોતમ રૂપાલા અને સ્મૃતિ ઈરાની ચૂંટણી પ્રચારમાં જાહેર સભાઓ યોજવાની સાથે સાથે મતદારોનો સંપર્ક કરી રહ્નાં છે. તો આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે સભાના આયોજન કરવામાં આવ્યાં છે. બીજી તરફ તંત્ર પણ ચૂંટણીની તૈયારી લાગી ગયું છે. તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરી વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.