પાંડેસરા જીઆઇડીસી પાસે રાત્રિના સમયે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ અકસ્માત બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
અને ૧૦૮ને જાણ કરી હતી. તે દરમ્યાન પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટેન્કર અને બાઇકનો કબ્જા લઇ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવીલમાં મોકલી આપી હતી.