અમરોલી શ્રીરામ સોસાયટી પાસે બાટલાઓમાંથી ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઍક વેપારીને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કોમર્સીયલ અને ઘર વપરાશના બાટલાઓ કબ્જે કર્યા છે.
અમરોલી પોલીસને બાતમી મળી હતી શ્રીરામ સોસાયટીના નાકા પર દુકાન ધરાવતા વેપારી સોનુકુમાર બચ્ચુ પ્રસાદ ગુપ્તા પોતાના આર્થિક ફાયદા માટે કોમર્સીયલ બાટલામાંથી ઍલ્યુમિનીયમની પાઇપથી ખાલી બોટલોમાં ગેસ રીફીલીંગ કરી રહ્ના છે. કોઇપણ સેફટીના સાધનો વડે આ કાર્ય કરી લોકોના જીવ જાખમમાં મુકી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે રેડ કરી સોનુકુમારને ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે બે કોમર્સીયલ ગેસના બોટલ , પાંચ ઘર વપરાશના બોટલ સહિત રૂ.૧૭ હજારની મત્તા કબ્જે કરી તેના વિરૂદ્ધ ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.