સુરત શહેરમાં હાલ લગન્સરાની મોસમ ચાલી રહી છે. ત્યારે અડાજણ – પાલ અને રાંદેર વિસ્તારમાં ચેઇન સ્નેચરોઍ આતંક મચાવ્યો છે. છેલ્લાં ચાર દિવસથી પાંચ થી છ લોકોના અછોડા તુટ્યા હોવાની ફરીયાદો પોલીસ મથકમાં નોધાઇ ચુકી છે. તેમ છતાં પોલીસ પેટ્રોલીંગ માત્ર નામ પુરતી કરી રહી છે. ફરી ઍક વખત પાલ ગામ લુહાર મહોલ્લા પાસે બેસેલી ઍક મહિલાના ગળામાંથી બે સ્નેચરો રૂ.૩૫ હજારની સોનાની ચેઇન આંચકી ભાગી છુટ્યા હતા.
પાલ ગામ બળિયાદેવ મંદીરની પાસે લુહાર મહોલ્લામાં ૬૬ વર્ષીય પુષ્પાબેન નગીનભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. તા.૧૨મી નવેમ્બરના રોજ સવારના સમયે પુષ્પાબેન ઘરના ઓટલા પાસે ચંપલ ઉતારી રહ્ના હતા. ત્યારે અચાનક જ ઍક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો. વાતચીત કરવાના બહાને ગળામાં ઝાપટ મારી ચેઇન તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અડધી ચેઇન તોડીને ચેઇન સ્નેચરો બાઇક પર બેસીના ભાગી છુટ્યા હતા. . આ બનાવ સંદર્ભે પુષ્પાબેને પાલ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આમ ઘરમાં પણ મહિલાઓ સલામત નથી તેવું લાગી રહ્ના છે.