ઉધના ઍસ.ઍમ.સી. આવાસમાં પાંચ દિવસ પહેલાં સગીર પુત્રઍ ગુસ્સામાં આવી પોતાના પિતાની ચાકુ મારી હત્યા કરી નાંખી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોîધાઇ છે.
ઉધના ઍસ.ઍમ.સી. આવાસ સાંઇ આવાસ નામની બિલ્ડીંગમાં રહેતા ૪૨ વર્ષીય નવધણ ઉર્ફે રવિ રંકનીધી ખુંટીયા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નવધણને નશો કરવાની ટેવ હોવાથી અવાર નવાર નાની નાની વાતે પત્ની અને પુત્ર સાથે ઝઘડો કર્યા કરતો હતો. તા.૨૧મી નવેમ્બરના રોજ રાત્રિના સમયે નવધણ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ઘરેથી નિકળી ગયો હતો. ત્યાર પછી ૨૨મી નવેમ્બરના રોજ સવારે ફરીથી નવધણ ઘરે આવ્યો હતો. પોતાના ૧૫ વર્ષીય પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પુત્રïઍ ઉશ્કેરાઇ જઇ ગુસ્સામં આવી શાકભાજી કાપવાના ચપ્પુ વડે પિતા પર હુમલો કરી શરીર પર ચાર થી પાંચ ઘા મારી દીધા હતા. ત્યારબાદ હથોડી વડે જમણાં કાનના ભાગે ઇજા પહોચાડી મોતને ઘાત ઉતારીને ભાગી છુટ્યો હતો. આ બનાવ સંદર્ભે ઉધના પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબ્જા લઇ સિવીલમાં પી.ઍમ. અર્થે મોકલી આપ્યો હતો. સિવીલના રીપોર્ટના આધારે ઉધનાની પી.ઍસ.આઇ. ઍચ.વી.ચૌધરીઍ ફરીયાદી બની ઉધના પોલીસ મથકમાં હત્યાની ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આરોપી પુત્રને પકડી તપાસ હાથ ધરી છે.