
અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની બે સગીર બહેનોની ઍકલતાનો ગેરલાભ લઇ બિભત્સ હરકત કરવાની સાથે દુષ્કર્મ કરનાર વિધર્મી સાવકા પિતાની પોલીસે ધરપકડ કરી છે.
અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની ૪૪ વર્ષીય પરિણીતા પતિના અવસાન બાદ ઇમરાન ફારૂક શેખ સાથે બીજા લગ્ન કર્યા હતા. ઇમરાન સાથે લગ્ન કર્યા ત્યારે પરિણીતા પોતાની સાથે તેની બે પુત્રીને પણ સાથે લઇ ગઇ હતી. જો કે પરિણીતાની ૧૫ વર્ષીય મોટી પુત્રી અને ૧૩ વર્ષીય નાની પુત્રી છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના નાગપુર ખાતે નાના-નાની સાથે રહેતી હતી. ગત દિવસોમાં માતા સાથે રહેવા આવી હતી તે દરમિયાન સાવકા પિતા ઇમરાને બંને સગીર બહેનોની ઍકલતાનો લાભ લઇ તેમની સાથે શારિરીક અડપલા કરી બિભત્સ હરકતો કરી હતી. જેથી બંને સગીરા ડરી ગઇ હતી અને પરત તેઓ નાના-નાનીના ઘરે ગયા હતા. જયાં નાગપુરના અંબાઝરી પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા વિરૂધ્ધ છેડતીની ફરીયાદ નોંધાવી હતી. અંબાઝરી પોલીસે ઝીરો નંબરથી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ ટ્રાન્સફર કરી હતી. આ ફરીયાદના આધારે પીઍસઆઇ જી.ડી. ગઢવીઍ હવસખોર નરાધમ સાવકા વિધર્મી પિતા ઇમરાનની ધરપકડ કરી છે.