સુરતના પાટીદાર બહુમતીવાળા મોટા વરાછા ગોપીન ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા બાદ તેઓ સર્કિટ હાઉસમાં મોડી રાત્રી સુધી બેઠકનો દોર ચાલુ રહયો હતો. સુરતના સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દોઢ વાગ્યા સુધી હાજર રહ્ના હતા. પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ પ્રત્યે નારાજગીની વાત બાદ મોદીઍ બાજી સંભાળી હતી અને સભા બાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠક અંગેની માહિતી મેળવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને જાહેર સભા બાદ રાત્રી રોકાણના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગઈ કાલના વિજય વિશ્વાસ સંમેલન પહેલાના રોડ શો બાદ વડાપ્રધાને ટવીટ કરીને સુરતીઓનો આભાર માન્યો હતો. જોકે, રેલી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા સર્કીટ હાઉસ પહોંચી ગયા હતા. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મોડી રાત્રી સુધી બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રીના દોઢ વાગ્યે આ બન્ને નેતાઓ સર્કીટ હાઉસ થી નીકળ્યા હતા અને વહેલી સવારે ફરીથી સર્કીટ હાઉસ પહોંચી ગયા હતાસર્કીટ હાઉસમાં બેઠક બાદ તેઓ ઉધના ભાજપ કાર્યાલય પર મોદી જાય તેવી શક્યતાને પગલે ભાજપ કાર્યાલય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કીટ હાઉસમાં જ રોકાયા હતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણ માટે આ બેઠક ઘણી જ મહત્વની મનાઈ રહી છે.