
લીંબાયતમાં રહેતા અને ઍક વેલ્ડીંગના ધંધા સાથે સંકળાયેલા યુવકને ફેસબુક થયેલી યુવતી મિત્રતા ભારે પડી હતી.મિત્રતા નામે મહિલાઍ મદદના બહાને રૂ.૩.૨૦ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાય છે.
લીંબાયતના ગોડાદરા શાંતિનગર સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષિય વિજય કૈલાશ મોરે વેલ્ડીંગના ધંધા સાથે સંકળાયેલા છે.ફેબ્રુઆરીના રોજ વિજયના ફેસબુક ઉપર મનીષા રાવ નામની મહિલાઍ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જેથી વિજયે તે ફ્રેન્ડ રીકવેસ્ટ ઍકસેપ કરી તેણી સાથે વાતચીત શરૂ કરી હતી. થોડા દિવસ વાતચીત ચાલ્યા બાદ ઍકબીજાના પોતાના મોબાઇલ અને વોટસઅપ નંબરોની આપ લે કરી તેના ઉપર વાતચીત શરૂ કરી હતી. આમ બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી.ત્યારબાદ મનીષાઍ આ મિત્રતાનો લાભ ઉંચકી પૈસાની જરૂઆત હોવાની વાત કરી હતી. ત્યારબાદ મદદના બહાને વિજય પાસેથી ૩.૨૦ લાખ લઇ પરત આપવાની બાંહધરી આપી હતી.પરંતુ મનિષા રાવે પૈસા લઇ લીધા બાદ મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો.જેથી પોતાની સાથે છેતરપીંડી કરી થયા હોવાનુ ભાન થતા તેણે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.