
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક પક્ષોના ઉમેદવારો પોતાનો જોરશોરથી પ્રચાર કરી રહયા છે. ગુજરાતમાં આ વખતે જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ મજબૂત રીતે પ્રચાર કરી રહી છે.મંગળવારે ઉધના વિધાનસભાના મત વિસ્તારના વિનોદ ચોક ખાતે કોગ્રેસ દ્વારા સભાનું આયોજન કરયુ છે.કોંગ્રેસની સભામાં મહારાષ્ટ્રના પૂર્વ ઉપ સી.ઍમ.અશોક ચૌહાણ ઉપસ્થિત રહયા હતા.
અશોક ચૌહાણે ભાજપ અને આમઆદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કેસ ગુજરાતમાં ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી ઍક હાથતુ શાસન ચાલાવી રહી છે. તેને બદલવા ગુજરાતની જનતાઍ મન બનાવી દીધું છે.ઉધના વિસ્તારમાં મરાઠી સમાજના લોકો વધુ વસે છે તેમની જમીન ઍને નથી થઈ, બેરોજગારી ,નાના દુકાનદારોને હજુ પણ જીઍસટી ની સમસ્યા છે ગણા મુદ્દાઓ છે .આ સભામાં આટલી મોટી સંખ્યામાં લોકોને જોઈ લાગે છે કે ઉધનામાં પરિવર્તન જરૂર આવશે.