સુરત સહિત જીલ્લાની ૧૬ બેઠકો માટે ચાલી રહેલા પ્રચાર પડઘા સાંજ પાંચ વાગ્યા બંધ થઇ જશે. ત્યારબાદ રાજકિય પક્ષો મતદારોને રીજવવા માટે ગૃપ મિટીંગનો દૌર શરૂ કરશે.૧ ડિસેમ્બરે સવારે ૮થી સાંજે ૫ વાગ્યા દરમિયાન શહેર-જિલ્લામાં ૧૪ સહાયક મતદાન મથકો સહિત કુલ ૪૬૩૭ પર ૪૭,૪૫,૯૮૦ મતદારો મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. ૨૬૩૩ મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી ૧૯૦૩ ક્રિટિકલ છે જેના ૫૨૬ સ્થળે માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, સીઆરપીઍફ તૈનાત રહેશે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે ચુંટણી અંગે જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતુંકે, તા.૧ લી ડિસેમ્બરે સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ૧૪ સહાયક મતદાન મથકો સહિત કુલ ૪૬૩૭ મતદાન મથકે પર કુલ ૪૭,૪૫,૯૮૦ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. જિલ્લામાં ૨૬૩૩ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી ૧૯૦૩ ક્રિટિકલ મતદાન મથકો છે જેના ૫૨૬ લોકેશન પર માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, સી.આર.પી.ઍફ તૈનાત રહેશે. ૧૬ મોડેલ, ૧૬ દિવ્યાંગ મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ ૧૬ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.૭૩ જેટલા ગીચ વસ્તી ધરાવતા મતદાન મથકો પર ઍન.સી.સી. તથા ઍન.ઍસ.ઍસ.ના વોલેન્ટિયર ફરજ બજાવશે. આ મતદાન મથકો પર આજુબાજુના મહાનગરપાલિકાના પે ઍન્ડ પાર્કમાં વિનામૂલ્યે વાહન ર્પાકિંગ કરી શકશે.૧૬ વિધાનસભાઓમાં ૭૫૭૮ બેલેટ યુનિટ, ૬૭૯૦ કંટ્રોલ યુનિટ, ૮૩૮૪ વીવીપેટની ફાળવણી થઇ ચુકી છે. જિલ્લામાં ૧૯૨૬૬ પોલીગ સ્ટાફ તથા ૨૫૨ પર માઈક્રો ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. ૪૬૯૬૮૫૬ મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચુકી છે. ૧૮૩૫૩૬ વોટર કાર્ડ ઇસ્યુ થયા છે જયારે બાકીના ૧૧૩૮૯ કાર્ડનું વિતરણ કરવામાં આવી રહયુ છે.ત્યારબાદ ૮ ડિસેમ્બરના રોજ સુરતજીલ્લા અને શહેરની ૧૬ સીટ માટે મત ગણતરી મજુરાગેટ સ્થિત ઍસ ઍન્ડ ઍસ.ઍસ. ગાંધી કોલેજ ઓફ ઍન્જિનિયરીંગ કોલેજ ૧૦ વિધાનસભાઓની મતગણતરી થશે જેમાં ૧૬૮-ચોર્યાસી, ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૬૬-કતારગામ, ૧૬૭-સુરત પશ્વિમ, ૧૬૪- ઉધના, ૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા, ૧૫૮-કામરેજ, ૧૫૫-ઓલપાડ વિધાનસભાનો સમાવેશ થાય છે.ઍસવીઍનઆઈટી, ઈચ્છાનાથ ખાતે છ વિધાનસભાઓ જેમાં ૧૬૩-લિંબાયત, ૧૬૧-વરાછા રોડ, ૧૬૫-મજુરા, ૧૬૨-કરંજ, ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભાઓની આગામી તા.૮મી ડિસેમ્બરે મતગણતરી થશે.