વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્ના છે. ત્યારે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા મતદાન માટેની ઝીણવટીભરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં અને મતદારોને મુશ્કેલી ન પડે તેના માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.બીજી તરફ પ્રચાર પડઘમના છેલ્લા કલાકો બાકી રહ્નાં છે ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષના નેતાઓ દ્વારા મતદારોને રિઝવવાના છેલ્લા પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન દર્શાવતા બાઈક રેલી સહિતની સભાઓના આયોજન કરવામાં કરાયુ હતુ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક પક્ષોના ઉમેદવારો પોતાનો જોરશોરથી પ્રચાર કરી રહયા છે. ગુજરાતમાં આ વખતે જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ મજબૂત રીતે પ્રચાર કરી રહી છે.સુરત શહેરમાં ચુંટણીના છેલ્લા દિવસે દરેક રાજકિય પક્ષો ઍડી ચોટીનો જાર લગાવી મતદારોને રીજવવા માટે પ્રયાસો કર્યાહતો.મંગળવારે સવારથી દરેક રાજકિય પક્ષો અને તેમના ઉમેદવારોઍ વાહન રેલીઅો,ડોર ટુ ડોર પ્રચાર અને પત્રકાર પરિષદ યોજી હતી. આમ ચુંટણી પ્રચાર છેલ્લા દિવસે શહેર આખુ રાજકિય રંગમાં રંગાયુ હતુ. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સામે આવી હતી.ખાસ કરીનો પાટીદાર ગઢમાં ખરાખરીનો જંગ દેખાયો હતો. પાટીદાર ગઢમાં ભાજપ, કોગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોઍ શકિત પ્રદર્શન કરી કર્યુ હતુ.