
વિધાનસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં ૧૯૮૪૬ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષની વધુની વયના ૫૫,૫૨૫ મતદારો નોંધાયેલા છે. આ મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાય શકે તે માટે દિવ્યાંગ તથા ૮૦ વર્ષની વધુના મતદારોઍ વ્હિલચેર, સહાયકની માંગણી કરી હોય તેઓ માટે જિલ્લાના ચુંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૮૪ મતદારો દ્વારા વ્હીલચેરની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાત ૧૮૯ મતદારોઍ સહાયક મેળવવાની માંગણી કરી છે. ઍક મતદારે વાહનની માંગણી કરી છે. આમ કુલ ૪૭૪ જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે તેમ દિવ્યાંગ મતદારો માટેના નોડલ ઓફિસરઆર.ડી. બલદાણીયાઍ જણાવ્યું હતું.