
ગુજરાત વિધાનસભા નાના પ્રથમ તબલાનું મતદાન ૧લી ડિસેમ્બર ના રોજ થશે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધારેમાં વધારે લોકો દ્વારા મતદાન કરવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
શહેરના સૌથી મોટા બે ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઈલ માં કામ કરતાં કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ૧લી ડિસેમ્બરે મતદાનની દિવસે હીરાના કારખાનામાં રજા રાખવા માટે ડાયમંડ ઍસોસિઍશન દ્વારા ડાયમંડ યુનિટોને આહવાન કરવામાં આવ્યું છે.ટેક્સટાઈલ માર્કેટ અને મિલમાં કામ કરતાં મતદારો પણ મતદાન કરી શકે તે માટે ટેક્સટાઈલ વેપારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટેક્સટાઈલ ની દુકાનો દુકાનો અને મિલમાં કર્મચારીઓને મતદાન કરવા માટે રજા આપવા ફોસ્ટા દ્વારા પરિપત્ર બહાર પાડીને આહવાન કરવામાં આવ્યું છે.