આગામી તા.૧ ડિસમ્બરે યોજાનારા વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં સુરતની ૧૬ વિધાનસભામાં શાંતિ પૂર્ણ વાતવરણમાં મતદાન થઇ શકે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ૧૪ સહાયક મતદાન મથકો સહિત કુલ ૪૬૩૭ મતદાન મથકે પર કુલ ૪૭,૪૫,૯૮૦ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે.મતદાન મથકો પર પોલીંગ સ્ટાફ અને વોટિંગ મશીન સહિત સામગ્રી પહોંચાડવામાં આવી છે. સુરત જિલ્લામાં કુલ ૨૧,૦૦૦ થી ૨૨૦૦૦ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાઓમાં કામ લાગશે.ખાસ કરીને લીંબાયતમાં ૪૪ ઉમેદવારો હોવાથી ૩ બેલેટ યુનિટનો ઉપયોગ કરાશે.તો વધુ મતદાન થઇ શકે તે માટે મતદાનના દિવસે અર્ધસરકારી અને ખાનગી ઍકમોઍ પણ સ-વેતન રજા ઘોષિત કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં આવેલી ૧૬ વિધાનસભા વિસ્તારમાં ગુરૂવારે મતદાન થનાર છે.
તા.૧ લી ડિસેમ્બરે સુરત શહેર અને જિલ્લામાં આવેલી ૧૬ વિધાનસભા બેઠકો પર બુધવારે મતદાન થનાર છે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ૧૪ સહાયક મતદાન મથકો સહિત કુલ ૪૬૩૭ મતદાન મથકે પર કુલ ૪૭,૪૫,૯૮૦ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. સુરત શહેર અને જિલ્લામાં આવેલા મતદાન મથકો પર વોટિંગ મશીન તથા અન્ય સાધન સામગ્રી સહિત પોલીંગ સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યા છે.૪૬૩૭ જેટલા મતદાન મથકો પર સામગ્રી પહોંચાડવા માટે ૪૭૩ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કુલ ૬૦૦૦ જેટલા વાહનોમાં ઇવીઍમ મશીન વગેરેના વહન માટે ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન મથકો પર ૧૯૫૦૦ સરકારી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. પોલીંગ સ્ટાફે આખી રાત મતદાન મથક પર જ રહેવાનું રહેશે. તો સુરક્ષા માટે પોલીસ અને પેરા મિલિટરી ફોર્સની ટીમનો ગોઠવી દેવામાં આવી છે.જિલ્લામાં ૨૬૩૩ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી ૧૯૦૩ ક્રિટિકલ મતદાન મથકો છે જેના ૫૨૬ લોકેશન પર માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, સી.આર.પી.ઍફ તૈનાત રહેશે. ૧૬ મોડેલ, ૧૬ દિવ્યાંગ મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ ૧૬ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.૭૩ જેટલા ગીચ વસ્તી ધરાવતા મતદાન મથકો પર ઍન.સી.સી. તથા ઍન.ઍસ.ઍસ.ના વોલેન્ટિયર ફરજ બજાવશે. આ મતદાન મથકો પર આજુબાજુના મહાનગરપાલિકાના પે ઍન્ડ પાર્કમાં વિનામૂલ્યે વાહન ર્પાકિંગ કરી શકશે.૧૬ વિધાનસભાઓમાં ૭૫૭૮ બેલેટ યુનિટ, ૬૭૯૦ કંટ્રોલ યુનિટ, ૮૩૮૪ વીવીપેટની ફાળવણી થઇ ચુકી છે. જિલ્લામાં ૧૯૨૬૬ પોલીગ સ્ટાફ તથા ૨૫૨ પર માઈક્રો ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. ૪૬૯૬૮૫૬ મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચુકી છે. ૧૮૩૫૩૬ વોટર કાર્ડ ઇસ્યુ થયા છે જયારે બાકીના ૧૧૩૮૯ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા.ચૂંટણી કમિશન દ્વારા સતત નવા મતદારોને સમાવેશ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે નવા મતદારોને જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં કુલ ૭,૨૫,૮૪૦ કરતાં વધારે મતદારો નવા ઉમેરાયા છે. કુલ મતદારોમાં ૧૮.૮ ટકા જેટલો વધારો થયો છે. સૌથી વધુ ૮૪ અને કામરેજ વિધાનસભા બેઠકમાં મતદારો ઉમેરાયા છે.જે યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે.