શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંગીતમય જ્ઞાનયજ્ઞ નિમિત્તે આજે શુક્રવારના રોજ સવારે દશ વાગ્યે ચલથાણ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી વિશાળ કળશ અને પોથીયાત્રા નીકળી હતી જે ચલથાણ વિજયા નગર, લક્ષ્મી નગર, સ્વસ્તિક નગર, રેલવે સ્ટેશન રોડ થઈ વિવેકાનંદ સોસાયટી મુખ્ય બજારમાં થઈ આનંદ નગર કથા મંડપ સુધી મહીલાઓ માટે કળશ લાઈગરબે ઝૂમતી ભક્તિભાવ પૂર્વક પહોચી હતી
આજથી શરૂ થનારી શ્રીમદ્ ભાગવત સપ્તાહ આગામી તારીખ ૯ ડિસેમ્બર સુધી બપોરે ઍક થી ચાર કલાક સુધી સાધ્વી પૂજ્ય અર્ચાનાદિદી સરસ્વતી શ્રી જ્ઞાનસાધના આશ્રમ ચાણોદનાં મધુર કંઠે કથાનું રસપાન કરાવશે આ દરમ્યાન તારીખ પાંચ ડિસેમ્બર નાં રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ કથાનું લોકો બહોળી માત્રામાં લાભ લઈ ઘર આગને આવેલી જ્ઞાન રૂપી ગંગામાં પાવન થવા લોકોને વિનંતી આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.