ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી માટે પહેલા તબક્કાનો મતદાન ગઈકાલે પૂરું થયું છે. ૨૦૧૭ ની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટી છે તેના કારણે અનેક નેતાઓનું ટેન્શન વધી ગયું છે. ઈવીઍમમાં કેદ થયેલા મત પુનરાવર્તનના છે કે પરિવર્તનના તે ૮ ડિસેમ્બર ઈવીઍમ ખૂલ્યા બાદ ખબર પડશે. આ વખતની ચૂંટણીમાં મતદારોઍ પોતાનું મન કળવા દીધું ન હોવાથી ઇવીઍમ માં કેર થયેલા મઠ ભાજપ તરફેણમાં છે કે ભાજપ વિરોધમાં તે અંગે જાત જાતની અટકળ થઈ રહી છે. ૨૦૧૭ ની વિધાનસભામાં પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં ૬૨ ટકાથી વધુ મતદાન થયું હતું જ્યારે આ વખતે ૫૭.૯૪ ટકા મતદાન થયું છે.જેથી પાટીદારના ગઢ ઍવી આ બેઠકો પર મતદાન ઓછું થતાં રાજકીય નેતા સાથે રાજકીય સમીક્ષકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી બાદ સુરતમાં પાટીદાર પ્રભુત્વ વાળી પાંચ બેઠકો ગુજરાતના રાજકારણમાં દિશા સૂચક બની રહેશે ઍવું કહેવાય રહ્નાં છે. ચૂંટણી પહેલા જે રીતે ભાજપનો ઠેર ઠેર વિરોધ હતો તેને કારણે પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં આક્રમક મતદાન થશે અને ભાજપ ઘર ભેગી થશે તેવી ગણતરી થઈ રહી હતી. જોકે ૨૦૨૨ ની ચૂંટણીમાં સુરતમાં પાટીદાર પ્રભુત્વ વાળી પાંચ બેઠકો પર ૨૦૧૭ ની સરખામણીમાં ૪.૬૫ ટકા ઓછું મતદાન થયું છે. પાટીદારના ગઢ ઍવી આ બેઠકો પર મતદાન ઓછું થતાં રાજકીય નેતા સાથે રાજકીય સમીક્ષકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. ૨૦૧૭ ની વિધાનસભામાં પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં ૬૨ ટકાથી વધુ મતદાન થયું હતું જ્યારે આ વખતે ૫૭.૯૪ ટકા મતદાન થયું છે. વહેલી સવારે પાટીદાર બહુમતી વાળી કતારગામ વરાછા કરંજ ઉત્તર અને કામરેજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન મતદાન ગત ચૂંટણી કરતાં ઓછું થયું છે આમ ઓછું મતદાન કોને ફાયદો કરાવશે તે અંગે બુથ અને વોર્ડ પ્રમાણે થયેલા મતદાનના આધારે રાજકારણીઓઍ હરજીત અને લીડનું ગણિત શરૂ કરી દીધું છે.આ પાંચ બેઠકો ઉપર ભાજપ અને આપ જીતના દાવા કરી રહ્ના છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ઉદાસીન જોવા મળી રહ્ના છે. શહેર કોંગ્રેસના નેતાઓના મતદાન પછીના નિવેદન જોતા પાટીદાર બહુમતી વાળી વિધાનસભામાં ભાજપ સાથે આપની સીધી ફાઈટ થશે તે નક્કી છે. આ બેઠક પર ભાજપ અને આપ જીતના સામસામે દાવા કરી રહ્ના છે પરંતુ કોનો દાવો કેટલો સાચો અને કેટલો પોકળ ઍ આઠમી ડિસેમ્બરે મત ગણતરી થયા બાદ જ ખબર પડશે. ત્યાં સુધી રાજકીય પક્ષના ઉમેદવારો નેતાઓ અને ટેકેદારો જાત જાતના ગણિત મૂકીને પરિણામ અંગે જુદી જુદી અટકળો કરશે.