ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થયું હતું. સુરત જિલ્લાની ૧૬ બેઠકોના ૧૬૮ ઉમેદવારોનું ભાવિ ઈવીઍમમાં સીલ થઈ ગયું છે. ત્યારે ઈવીઍમને સીલ કરીને ગાંધી ઍન્જિનિયરીંગ અને ઍસવીઍનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની બહાર બીઍસઍફ અને પોલીસïનો ચાંપતો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચોવીસ કલાક સતત નજર રખાશે. સ્ટ્રોંગ રૂમની બહાર સુરક્ષા કાફલો ત્રણ સ્તરે ગોઠવવામાં આવ્યો છે.૮ ડિસેમ્બર સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે.બીજી બાજુ જીતના દાવા કરતાં ઉમેદવારોના ભાવી ૮મીઍ સીલ સાથે ખુલશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડીસેમ્બર ૨૦૨૨ના રોજ થયું હતું. ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સુરત જીલ્લામાં ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીઍ ૫.૦૮ ટકા ઓછું ઍટલે કે ૬૧.૭૧ ટકા જ મતદાન થયું છે. સુરત જિલ્લાની ૧૬ બેઠકોના ૧૬૮ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે ત્યારે ૧૬૮ ઉમેદવારોનું ભાવી ઈવીઍમમાં સીલ થઇ ગયું છે. ચુંટણી પૂર્ણ થયા બાદ ઈવીઍમ સીલ થઇ ગયા છે. અને આ ઈવીઍમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગાંધી ઍન્જીનીયરીંગ અને ઍસવીઍનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.જયાં સ્ટ્રોંગ રૂમની બહાર બીઍસઍફ અને પોલીસનો ચાંપતો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં સ્ટ્રોગરૂમને સીલ કરવામાં આવ્યા છે. ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યાં સુધી અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાથી પણ સ્ટ્રોંગ રૂમમાં નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૮ ડીસેમ્બરના રોજ પરિણામ શું આવશે તેના પર સૌ કોઈની નજર છે. ૮ ડીસેમ્બરના રોજ પરિણામ જાહેર થયા બાદ ચિત્ર સ્પસ્ટ થઇ જશે.અત્રે ઉલ્લખનિય છે કે વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર અને જિલ્લાની ૧૬ બેઠકો પર ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીઍ ૫.૦૮ ટકા ઓછું ૬૧.૭૧ ટકા જ મતદાન થયું છે. કુલ ૪૭,૪૫,૯૮૦ મતદારો પૈકી ૨૯,૭૮,૭૭૪ઍ મતદાન કર્યું હતું. જ્યારે ૧૮,૧૭,૨૦૬ મતદારો મતદાનથી દૂર રહ્ના હતા. સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટ પર આવેલી માંડવીમાં ૭૫.૨૪ ટકા અને સૌથી ઓછું કરંજ બેઠક પર ૫૦.૪૫ ટકા થયું હતું.