
સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં શનિવારે વહેલી સવારે ઝાડ પર લટકતી હાલતમાં ઍક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં આ યુવક ઝાડ પર લટકતો હોવાનું જણાય આવતા સ્થાનિક રાહદારીઓઍ પોલીસને જાણ કારી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પી.ઍમ માટે સિવિલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
સચિન જીઆઇડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં રહેલા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં ઍક યુવક લટકતો મળી આવ્યો હતો. વહેલી સવારે સ્થાનિક રાહદારીઓ આ વિસ્તારમાંથી પસાર થતા યુવકને ઝાડ પર લટકતી હાલતમાં જોયો હતો. જેને લઇ ઘટના અંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. કંટ્રોલરૂમે સચિન જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી પોલીસે લોકોની ભીડની વચ્ચે યુવકના મૃત દેને ઝાડ પરથી નીચે ઉતારી હતો. પોલીસે યુવકના મૃતદેહ માંથી તેની ઓળખ અંગેના પુરાવા માટેની તપાસ કરી હતી. પરંતુ પોલીસને મરનાર યુવક પાસેથી કોઈ જ ઓળખ ને લગતા પુરાવા મળી ન આવતા હાલ પોલીસ યુવકની ઓળખ ની દિશામાં સૌ પ્રથમ તપાસ કરી રહી છે.યુવકની હત્યાના ઇરાદે કોઈઍ તેને ઝાડ પર લટકાવ્યો છે કે સ્વયમ આત્મહત્યાના ઈરાદે ઝાડ પર લટક્યો છે તે હાલ કહી શકાય તો નથી. હાલ તો પોલીસે યુવકનો મૃતદેને ઝાડ પરથી ઉતારી પીઍમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મરવા પાછળનું સાચું કારણ જાણી શકાશે. જોકે હાલ તો આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.