
ઉધના રિલાયન્સ પેટ્રોલ પંપ પર નોકરી કરતા ઍક યુવકે રોજે રોજના હિસાબ ના પૈસા જમા ન કરાવી રૂપિયા ૩.૨૦ લાખ વાપરી નાંખ્યા હોવાથી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે
ડીંડોલી યમુનાકુંજ રેસીડન્સીમાં રહેતા શૈલેષભાઈ માધવલાલ પટેલ ઉધના બી.આર.સી રાજેન્દ્ર ઍસ શાહ રિલાયન્સ પેટ્રોલની ઓફિસે મેનેજરï તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે .આ પેટ્રોલ પંપની ઉપર યુપીની સુલતાનપુરના મેવાડા ગામનો વતની હાલ ઉધના બી.આર.સી ગેટની સામે માસ્ટરની ચાલમાં રહેતો નિતીન રમાકાંત પાંડે નોકરી કરતો હતો. આ પેટ્રોલ પંપ પર રોજેરોજનો હિસાબ કરી પૈસા જમા કરાવવાના હોય છે. પરંતુ નિતીને તારીખ ૨૮-૧૦ -૨૦૨૨થી ૧૦ -૧૧ -૨૦૨૨ દરમ્યાન હિસાબના રૂ.૩.૨૦ લાખ જમા કરાવ્યા ન હતા. જેથી શૈલેષભાઇઍ હિસાબ માંગતા તેણે ઉડાવ જવાબ આપી પૈસા ઓફિસમાં જમા કરાવ્યા ન હતા. શૈલેષભાઍ તપાસ કરકતા નિતીને આ પૈસા પોતાના અંગત ઉપયોગમા વાપરી નાંખ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. આ બનાવ સંદર્ભે શૈલેષભાઍ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.