
સુરત ચોર્યાસી વિધાનસભાના બેઠકના આપ ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાકટરને ગાંધી ઍન્જિનિયરિંગ કોલેજમાં બનાવવામાં આવેલા કંટ્રોલરૂમમાં પ્રવેશ માટે ન જવા દેતા હોવાની ફરિયાદ કલેકટરને કરી છે.
૧લી ડિસેમ્બરે મતદાન યોજાયા બાદ ઇવીઍમ મશીનો ગાંધી ઍન્જિનિયરિંગ કોલેજ અને ઍસવીઍનઆઇટીના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. આ રૂમ તથા તેના દરવાજે પણ સીસીટીવી ગોઠવી દેવામાં આવ્યા છે. આ માટે કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.જોકે,પરવાનગી હોવા છતાં ચોર્યાસી વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાકટરને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.જેથી તેમણે ફરિયાદ કરી છે.પ્રકાશ કોન્ટ્રાક્ટરે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતુંકે, પોતે ચોર્યાસી વિધાનસભા બેઠક પરના ઉમેદવાર છે. આ ચૂંટણીમાં પૂરા થાય બાદ ઇવીઍમ મશીનો ગાંધી ઍન્જિનિયરિંગ કોલેજ અને ઍસવીઍનઆઇટીના સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમ અને સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત માટે રિર્ટનિંગ ઓફિસરે પરવાનગી આપી હતી. અમે જ્યારે મુલાકાત લેવા માટે ગયા તો સિક્યુરિટીઍ તેમને રોકવામાં આવ્યા હતા. આ અંગે કલેકટરને રજુઆત કરતા તેમણે સ્ટ્રોંગરૂમ અને ઇવીઍમ મશીન સીસીટીવી કેમેરામાંથી જોઇ શકાય છે. આ માટે સ્કિન નીચે મંડપ પર સ્ક્રિન પણ મૂકવામાં આવી છે. જે સારી રીતે જોઇ શકાય છે.ઍમ કલેકટરે જણાવ્યું હતું. આ આદેશથી ઉમેદવારોને ઇવીઍમ મશીનની સ્થિતિ ઉમેદવાર જાણી શકતા ન હોય તેથી ઇવીઍમની જાણવણીમાં પારદર્શકતા જણવાય તેવી વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી છે.