આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડા મંગળવારે પાંચમા દિવસે પૂર્ણ થયા હતા. મોડી રાત્રે ડાયમંડ પેઢીઓના માલિકોના ઘરે ચાલી રહેલી તપાસ આટોપી લેવાઈ હતી. બેનંબરમાં ઊભા કરાતાં ડોક્યુમેન્ટનો ફિગર ૧૫૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. કાદર કોથમીરની વેસુ જેવા પોશ વિસ્તારમાં આવેલી ઍક જમીનની ડીલ બાબતે તપાસ થઈ હતી જેમાં ૨૦ કરોડ કાદર કોથમીર ક્યાંથી લાવ્યા તેની પુછપરછ કરવામાં આવી હતી. અલબત્ત, તમામ બિલ્ડરોને ત્યાંની તપાસ પણ મંગળવારના રોજ જ આટોપી લેવામાં આવી હતી.
હવે ડાયમંડ પેઢીઓ અને બિલ્ડરોને ત્યાં જ કરાયેલાં ડોક્યુમેન્ટના આધારે અધિકારીઓ ટેક્સની ગણતરી કાઢશે. અગાઉ જ કરાયેલાં ડોક્યુમેન્ટનો ફિગર ૧૮૦૦ કરોડથી ઉપર જાય ઍવી શક્યતા દેખાઈ રહી હતી. ડાયમંડ પેઢીઓ પરના દરોડામાં ખરીદ અને વેચાણના બેનંબરનો રેસિયો ૭૦ઃ૩૦ જેટલો રહ્ના હોવાનું આંકલન અધિકારીઓ કરી રહ્ના છે. ઍટલે કે ૭૦ જ વ્હાઇટમા બતાવવામાં આવતુ હતુ.સમગ્ર ઓપરેશન ઍડિશનલ કમિશનર વિભોર બદોનીની આગેવાની હેઠળ ડેપ્યુટી ડાયરેક્ટર દેવેન કેસવાલાઍ પાર પાડ્યું હતું. હવે જે ડોક્યુમેન્ટ જ કરાયા છે તેનું વેરિફિકેશન થશે. ઍપપ્રાઇઝર રિપોર્ટ તૈયાર થશે અને બાદમાં સેન્ટ્રલ સર્કલમાં તેનું ઍસેસમેન્ટ થશે. ઍટલે આખી પ્રોસેસ દરમિયાન બે વર્ષ જેટલો સમય નિકળી જશે.અધિકારીઓ કહે છે કે અગાઉ જે દરોડા પડ્યા હતા તેમાં ઍક બિલ્ડર ગ્રુપને સાણસામાં લેવામાં આવ્યું હતું. ત્યાંથી જે ડોક્યુમેન્ટ કબજે કરાયા હતા તેમાં કાદર કોથમીરની ઍક જમીનના સોદાના કાગળો મળી આવ્યાં હતાં. આવું જ કંઇક રમેશ ચોગઠના કેસમાં પણ હતું. આથી આ દરોડામાં બંને પાર્ટીને આવરી લીધી હતી. કાદરે ૨૦ કરોડનું પેમેન્ટ કર્યું હતું, જે અંગે જ તપાસ થઈ રહી છે. અગાઉ દરોડામાં અધિકારીઓઍ ૧૫ કરોડની રોકડ-જ્વેલરી જ કરી હતી.