સુરતની ૧૬ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઍક વિધાનસભા દીઠ ૧૦થી ૩૮ ટેબલો મુકવાની સાથે ૧૭થી ૩૮ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરી પરિણામ લાવવાની ચૂંટણી તંત્ર દ્વારા ગણતરીઓ મંડાઇ છે. ગુરૂવારે સવારે ગણતરી દરમ્યાન સૌથી પહેલા મહુવા બેઠકના ત્રણ ઉમેદવારો હોવાથી પરિણામ તો લિંબાયત બેઠક પર ૪૪ ઉમેદવારો હોવાથી સૌથી છેલ્લુ પરિણામ આવવાની શકયતાઓ છે.ઇવીઍમમાં કેદ ૧૬૮ ઉમેદવારોનો ભાવીનો ફેશલો ગુરૂવારે થશે. આવતીકાલ સવારે આઠ વાગ્યાથી શરૂ થનારી મતગણતરીમાં સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ સ્ટ્રોગરૃમમાંથી ઇવીઍમ લાવીને મતગણતરીઓ શરૂ થશે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણી માટે ગાંધી ઍન્જિનિયરીંગ અને ઍસવીઍનઆઇટીમાં ફાળવાયેલા કાઉન્ટીગ હોલમાં ટેબલો મુકીને પરિણામ લાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલ સવારે આઠ વાગ્યાથી શરૂ થનારી મતગણતરીમાં સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ સ્ટ્રોગરૃમમાંથી ઇવીઍમ લાવીને મતગણતરીઓ શરૃ થશે. આ મતગણતરી માટે સૌથી ઓછા ટેબલો કંરજ અને ઉતર વિધાનસભા માટે ૧૦ જ મુકાયા છે. જયારે રાજયની સૌથી મોટી ચોર્યાસી બેઠક માટે સૌથી વધુ ૩૮ ટેબલો મુકીને ઍકસાથે ગણતરીઓ શરૂ થશે.જેમ જેમ ગણતરીઓ થતી જશે તેમ તેમ ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામો આવતા જશે. મતગણતરી સ્થળોઍ અધિકૃત વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોઇ પણ સંજોગોમાં મોબાઇલ ફોન સંદેશા વ્યવહારના સાધનો સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ચૂંટણી ઍજન્ટ કે મતગણતરી ઍજન્ટ જેમને જે વિધાનસભાના પ્રવેશ પાસ ઇસ્યુ કરાયા હશે તે જ વિધાનસભામાં પ્રવેશ કરી શકશે. આમ ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.લિંબાયત બેઠકમાં સૌથી વધુ ૪૪ ઉમેદવારો પ્લસ નોટા હોવાથી ચૂંટણી અધિકારી- સ્ટાફ અને મતગણતરી કરનારાઓની રીતસરની અગિન્ પરિક્ષા થશે.મતગણતરી બે કાઉન્ટીંગ હોલ કરવાની સાથે જ ઍક કંટ્રોલ યુનિટમાં ઍક પછી ઍક ૪૪ ઉમેદવારોના મતો ગણતરી કરવાની હોવાથી ૨૭૦ મતદાન મથકો માટે અધધધ ૧૧૮૮૦ વખત ગણતરી કરવી પડશે. લિંબાયત બેઠક પર ૨૭૦ મતતદાન મથકો છે. આથી ઍક મતદાન મથક પર ૪૪ ઉમેદવારોના મતોની ગણતરી કરીઍ તો ૨૭૦ મતદાન મથકો પર ૧૧૮૮૦ ગણતરી કર્યા બાદ લિંબાયતનું પરિણામ જાહેર થશે.આવતી કાલે ગાંધી ઍન્જિનિયરીંગ કોલેજમાં -ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્વિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ, ઓલપાડ.અને ઍસવીઍનઆઇટી, ઇચ્છાનાથઃ-લિંબાયત, વરાછા રોડ, મજુરા, કરંજ, સુરત પૂર્વ, સુરત ઉતર.ની કાઉન્ટીંગ હાથ ધરાશે.