
ગોડાદરાનો જવેલર્સ પોતાના કારીગરને લઇ ગોપીપુરા સોના-ચાંદીના દાગીના બનાવતા ઍક બંગાળી પાસે આવ્યા હતા. જવેલર્સ બંગાળી કારીગરના ઘરે કામ અર્થે રોકાયા હતા.ત્યાં તેમનો કારીગર મોપેડ લઇ દાગીનાને પોલીસ અને હોલ માર્ક્ કરાવવા બીજી જગ્યા ગયો હતો. પરંતુ કારીગર મોપેડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલરૂ.૧.૮૦ લાખની મતા ચોરી કરી ભાગી ગયો હતો.
ગોડાદરા કલ્પના નગર રો હાઉસમાં રહેતા લાલાસાહેબ જગદીશપ્રસાદ અગ્રવાલ ગોડાદરા આસ્તિકનગર-૩ મા જય જગદીશ જવેલર્સ નામની દુકાન ધરાવે છે.તેમની દુકાને શુભમ શ્યામસુંદર સાવ અને ધર્મેન્દ્ર નંદલાલ સોની નામના યુવકો ત્યા રહી છેલ્લા બે વર્ષથી નોકરી કરતા હતા.બંને જણા સોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા હતા.તા.૧૩મી ઓકટોબરના રોજ સાંજના સમયે લાલાસાહેબ પોતાની જીજે-૫-ઇઆર-૧૧૦૯ નંબની મોપેડ પર કારીગર શુભમને બેસાડી ગોપીપુરા ખાતે રાજુભાઇ બંગાળીના ઘરે કામ અર્થે ગયા હતા,અને કારીગર તેમની મોપેડ લઇને સોના-ચાંદીના દાગીનાને પોલીસ અને હોલ માર્ક કરાવવા માટે બીજી જગ્યાઍ ગયો હતો.પરંતુ થોડા સમય બાદ કારીગર મોપડે લઇને ન આવતા શેઠ લાલાસાહેબે તેને ફોન કરતા તે બંધ આવ્યો હતો. ત્યારબાદ લાલસાહેબે આજુ-બાજુ ની સોના-ચાંદીની દુકાનોમાં તપાસ કરતા તેની કોઇ ભાળ મળી ન હતી. જેથી લાલસાહેબ ડીંડોલી ઉમીયાનગરમાં રહેતા શુભમના બનેવી સંતોષ સોનીના ઘરે ગયા હતા. ત્યાં પણ શુભમ ન આવ્યા હોવાનું જાણવા મળતા લાલસાહેબના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.શુભમ રૂ.૧.૭૦ લાખના સોના-ચાંદીના દાગીના અને મોપેડ મળી કુલ રૂ.૧.૮૦ લાખની મતા ચોરી કરી ભાગી ગયા હોવાનુ ભાન થતા તેમણે અઠવા પોલીસ મથકમા ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.