સરથાણા સીમાડા નાકા પાસે બ્લ્યુ સીટી બિલ્ડીંગમાં આવેલી હેર સલુનની દુકાનમાં કામ કરતા ઍક કર્મચારીઍ ગલ્લામાથી વકરાના રોકડા રૂ.૭૦,૦૦૦ ચોરી કરી ભાગી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાય છે.
મૂળ યુપીના બીજનોર જિલ્લાના દગીના તાલુકાના સરફુદ્દીન નગરના વતની હાલ સરથાણા સીમાડા નાકા કોમ્યુનિટી હોલ પાસે આવેલી બ્લુ સીટી બિલ્ડીંગમાં રહેતા અને શિવ હેર સલુન નામની દુકાન ધરાવતા વિકાસકુમાર ઉમેશસિંગ હરીજનને ત્યાં મહેતાબ બાબુ નામનો કારીગર નોકરી કરતો હતો. તા.૯મી ડિસેમ્બરના રોજ સવારે દુકાનમાંથી વિકાસભાઈની ગેરહાજરનો લાભ લઈ મહેતાબે ગલ્લામાંથી રોકડા રૂપિયા ૭૦,૦૦૦ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે વિકાસકુમારને જાણ થતા તેમણે મહેતાબની શોધખોળ કરી હતી.પરંતુ તેની કોઇ ભાળ ન મળતા વિકાસકુમારે સરથાણા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.