
બારડોલી તાલુકાના કુવાડીયા ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડો આટાફેરા મારતો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પકડી પાડવા માટે મારણ સાથે પીંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં ૪ વર્ષીય કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી.
બારડોલી તાલુકાના છેવાડે આવેલા કુવાડીયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડો રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતરાડી વિસ્તારમાં જોવા મળતો હતો. જેને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને રાત્રી દરમિયાન ગ્રામજનો બહાર નિકળવાથી માટે પણ ડરી રહયા હતા. સાથે જ ખેડૂતો અને ખેતમજૂરો પણ ખેતરમાં જવા માટે ડરી રહયા હતા. આખર દીપડાને પકડી પાડવા માટે બારડોલી વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા ઍક અઠવાડિયા પહેલા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ૪ વર્ષીય કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી.આ જાવા માટે ગ્રામજનોના ટોળી ઉમટી પડયા હતા.હાલ વનવિભાગની ટીમે દીપડીનો કબ્જો લઈ તેને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.