![](https://suratchannel.in/wp-content/uploads/2022/12/Still1212_00005.bmp)
સુરતના કવાસ પાટિયા ઈચ્છાપોર પોલીસ મથકની પાછળ ઍક ઝુપડામાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેને લઈને અહી અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી .
સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની પાછળ આવેલા ઝુપડામાં રહેતા ૭૦ વષિય ઢીલાભાઇ દોલતભાઇ,તેમની પત્ની ૬૫ વર્ષિય રાધાબેન અને શંકર કૈલાશ ખોડે મજુરીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે કોઈ કારણોસર તેમની ઝુંપડામાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. જાકે ઘરમાંથી ત્રણેય જણા બહાર નિકળી આવ્યા હતા.બીજી તરફ સ્થાનિકોઍ આગના બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી જેથી અડાજણ અને પાલનપુરની ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતોઆગના કારણે ઝૂપડામાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઇ ગયી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈઍ રાહતનો દમ લીધો હતો.ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.