
વ્હોટ્સઍપમાં તતકાલ બુકીંગ પીઍનઆર ૧૦૦ ટકા નામનું ગૃપ બનાવી સુરતથી બિહારની ટિકીટ બુકીંગના નામે લિંબાયતના શ્રમજીવી પાસેથી રૂ. ૭૯૨૦ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે.
બિહારના જમુઇ તાલુકાના ચંદ્રા નૈયદીહના વતની હાલ લિંબાયતના મદીના મસ્જિદ નજીક મીરા રેસીડન્સીમાં રહેતા ૨૭ વર્ષિય અઝરૂદ્દીન ઉસ્માનમીયા અંસારીની નોકરી કરી પરિવાનું ગુજરાન ચલાવે છે.અઝરૂદ્દીનની પત્ની નાઝીયાખાતુનના મોબાઇલના વ્હોટ્સઍપમાં ઍક તતકાલ બુકીંગ પીઍનઆર ૧૦૦ ટકા નામનું ગૃપ જનરેટ થયેલું હતું. અઝરૂદ્દીન પરિવાર સાથે ૨૨ ઓક્ટોબરે વતન જવાનો હોવાથી ગૃપમાં સંજુ ટ્રાવેલનો નંબર હોવાથી તેના પર કોલ કરી સુરતથી બિહારના કિયુલ જવા માટે ચાર ટિકીટ બુકીંગ કરાવવા આઘારકાર્ડના ફોટો વ્હોટ્સઍપ પર મોકલાવ્યો હતો. કોલ રિસીવ કરનારે ટિકીટનું અડધું પેમેન્ટ ફોન પે મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા બાદ તમારી ટિકીટ બુક થઇ ગઇ છે, ફોટો વ્હોટ્સઍપ પર મોકલાવ્યા છે, બાકીનું પેમેન્ટ ચુકવવાનું કહેતા રૂ. ૭૯૨૦ અઝરૂદ્દીને ટ્રાન્સફર કરી દીધા હતા. અઝરૂદ્દીને પીઍનઆર નંબરના આધારે ઍપ્લિકેશનમાં ટિકીટ ચેક કરતા તેમના નામની કોઇ ટિકીટ બુક ન હતી.પોતાની સાથે છેતરપીંડી થયા હોવાનું ભાન થતા અઝરૂદ્દીને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.