
સુરતમાં શહેર અને જિલ્લાની કુલ ૧૬ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવા લહેરાયા છે. સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં હર્ષ સંઘવી અને મુકેશ પટેલને ફરી ઍક વખત મંત્રી પદ મળશે. તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને પણ મંત્રી પદ મળવા જઈ રહ્નાં છે. આ તમામ વિજેતા ધારાસભ્યોને ફોન આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રફુલ પાનસેરિયા ૨૦૧૨માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી ઍકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહયા હતા.સોશિયલ મીડિયા ઉપર પણ તે ખૂબ જ ઍક્ટિવ રહયા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ લીધી હતી. અને કામ કરી રહ્ના છે. તે નોંધનીય છે.સુરતમાંથી બે ધારાસભ્યોને ફોન આવતા તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી રાજ્યગૃહ મંત્રી તરીકે હતા તેમને ફરીથી મોટું મંત્રી પદ મળી શકે છે. આ વખતે સ્વતંત્ર હવાલો પણ મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ ચર્ચા રહી છે. મોરબી ખાતે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા, ત્યારે પણ તેમણે તમામ સ્થિતિ અંગેની માહિતી હર્ષ સંઘવી પાસે લીધી હતી. હર્ષ સંઘવીને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે સૌથી રસાકસીવાળી બેઠક વરાછા રહી હતી. પરંતુ કુમાર કાનાણીને બદલે પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ આપવામાં આવશે. પ્રફુલ પાનસેરિયાની શૈક્ષણિક લાયકાત પણ ખૂબ સારી છે, તે પણ ઍક ફેક્ટર છે, જેના કારણે તેમને મંત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ શપથ લેશે. શપથવિધિ માટે કેટલાક ધારાસભ્યને ફોન આવ્યા છે, તે પૈકી સુરતના હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા અને ત્યારબાદ મુકેશ પટેલનું પણ નામ સામે આવ્યું છે. મુકેશ પટેલ હાલ રાજ્ય પેટ્રો કેમિકલ અને કૃષિ મંત્રી હતા. તેમને ફરીથી મંત્રી પદ મળશે. સુરત શહેરના ૧૨ ધારાસભ્યો પૈકી ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ મળવું નક્કી થઈ ગયું છે. મુકેશ પટેલે ઉર્જા અને કૃષિ મંત્રી તરીકે કરેલી કામગીરીની નોંધ લેવામાં આવી છે.