પાંડેસરા ડી-માર્ટ પાસેથી પસાર થતા ઍક ટેમ્પામાંથી મોપેડ પર આવેલા ત્રણ ચોરોઍ રોકડ ભરેલી રૂ.૨.૧૬ લાખની બેગ ચોરી કરી ભાગી ગયા હતા.
લાલગેટ રાણીતળાવ ભાવનગરી સનામીલ ઍપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઇ અબ્દુલરસીદ કાગઝી ઉધના ઉધોગ નગર સંઘમાં ટી.ઍન.ઍસ ડીસ્ટ્રીબ્યુસન ઍલ.ઍલ.પીની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.આ ઍજન્સી સીગારેટ,બિસ્કીટ,ચોસલેટ વગેરે વસ્તુઓનું વેચાણ કરે છે.માર્કેટમાંથી આવતા ઓર્ડર પ્રમાણે તેની ડીલવરી કરવામાં આવે છે. તા.૮મી ડિસેમ્બરના રોજ સવારે ઓફિસ પરથી પાંડેસરા અને ભટાર ખાતેના ઓર્ડરનો માલ લઇ જીજે-૫-સીટી-૦૧૮૩ નંબરના ટેમ્પોમાં ડ્રાઇવર હુસેન અને ડીલવરીમેન આરીફ મન્સુરી રવાના થયા હતા. આ બંને જણાઍ છેલ્લી ડીલવરી અલથાણ ખાતે કરી તેના રોકડી રૂ.૨.૧૬ લાખની વધુની રકમ બેગમા મુકી હતી.ત્યારબાદ આરીફે તે બેગ ટેમ્પાની પાછળ મુકી બંને જણા પાંડેસરા તરફ ટેમ્પો લઇને રવાના થયા હતા. તે વખતે પાછળથી મોપેડ પર આવેલા ત્રણ ચોરાઍ ચાલુ ટેમ્પામાં ચઢી અંદરથી રોકડ ભરેલી બેગ ચોરી કરી લીધી હતી. આ અંગે પાછળથી આવતા અન્ય ટેમ્પા ચાલકે બંને જણાને બુમો પાડી જાણ કરી હતી. જેથી ડ્રાઇવર હુસેને ગાડી સાઇડ કરતા મોપેડ બેસીને ત્રણ જણા ભાગતા નજરે પડયા હતા. આ અંગે આરીફે મેનેજર નઇમભાઇને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. નઇમભાઇઍ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.