
ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયા બાદ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતનો દબદબો રાજ્ય સરકારમાં જોવા મળતો નહોતો. મંત્રી મંડળમાં અત્યાર સુધી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. પરંતુ ૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતના મંત્રી મંડળમાં સુરતનો પ્રભાવ વધી રહ્ના છે. તેમાં પણ ૨૦૨૦ માં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સુરતનું વજન ઍકદમ વધી ગયું હતું. સુરતને ઍક બે નહીં ઍક સાથે ચાર ચાર મંત્રીઓ અને દક્ષિણ ગુજરાતના બે મળી સાત મંત્રીઓને સ્થાન મળ્યું હતું. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સુરત- દક્ષિણ ગુજરાતના બે મંત્રી ઓછા છે. તેમ છતાં ઍક સાથે પાંચ મંત્રીઓ દક્ષિણ ગુજરાતને મળ્યા છે હોવાથી ગુજરાતના રાજકારણમાં સુરતનું મહત્વ ફરી ઍક વાર વધ્યું છે.બીજી તરફ ભાજપના પક્ષ પ્રમુખ પણ સુરતમાંથી હોવાથી સુરત રાજકીય રીતે પણ ઍપી સેન્ટર બની ગયું છે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ના ભાજપ માટેના દમદાર પરિણામ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રી મંડળ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. દાદાના મંત્રી મંડળમાં આ વખતે ફરી સુરતને મહત્વ આપવામાં આવ્યું છે. પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને ફરી ઍક વાર કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં હર્ષ સંઘવીને ફરી ઍક વાર મહત્વનું યથાવત રહ્નાં છે. તો પ્રફુલ પાનસેરિયા અને ઓલપાડના મુકેશ પટેલને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે.સુરતની સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી કતારગામ બેઠક પર પર્વ શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા ૬૫ હજાર કરતાં વધુ મતથી આપના પ્રદેશ પ્રમુખને હાર આપી હોવા છતાં મંત્રી મંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમની જગ્યાઍ સ્વચ્છ પ્રતિભા અને શાંત સ્વભાવના ગણાતા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઍવા મુકેશ પટેલને ફરી ઍક વાર મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત માંડવી બેઠકના કુંવરજી હળપતિને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.