પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ વધુ ઍક શ્રમજીવી છેતરપીંડીનો શિકાર બન્યો છે.ફક્ત રૂપિયા ૭,૫૦૦માં ઓટો ઓઇલવાળા સિલાઈ મશીન આપવાના લાલચમાં અલથાણનો દરજી આવી ગયો હતો,અને ઠગબાજે તેની પાસેથી પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયે છે.
અલથાણ સુધન કોમ્પ્લેક્સમાં રહેતા જીતેન્દ્રભાઈ જયંતીલાલ માવઘીયા અલથાણ રોડ સ્વસ્તિક પાર્કમાં ગાયત્રી ટેલર નામથી દુકાન ધરાવે છે. તા.૧૩મી ડિસેમ્બરનો રોજ જીતેન્દ્રભાઇ પોતાની દુકાને હાજર હતા. ત્યારે ઍક અજાણ્યા નંબરથી તેમને ફોન આવ્યો હતો.ફોન કરનાર વ્યકિઍ પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ સરકાર સસ્તા ભાવે ઓટો ઓઇલવાળા સિલાઇલ મશીન માત્ર રૂ.૭,૫૦૦માં આપી રહી છે. જો તમને ઇચ્છા હોય વોટસઅપ પર ડોક્યુમેન્ટ મોકલી આપવાનું જણાવ્યુ હતુ. જેથી જીતેન્દ્રભાઇ લાલચમાં આપી પોતાના આધાર પુરાવા તેને વોટસઅપ પર મોકલી આપ્યા હતા.જીતેન્દ્રભાઈઍ બે મશીન લેવાનું કહેતા ઠગબાજે પ્રથમ પીટીઍમ મારફતે રૂ.૨૦૦૦ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યાર પછી બીજા રૂપિયા ૧૩,૦૦૦ ફરીથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ પૈસા મળ્યા બાદ ઠગબાજે બંને મશીન તમારા ઘરે બે-ત્રણ દિવસમાં આવી જશે .પરંતુ મશીન ન આવતા જીતેન્દ્રભાઇ ફોન કરતા ઠગબાજે ખોટા વાયદાઓ કરી આજદિન સુધી મશીન ઘરે મોકલ્યા ન હતા.જેથી જીતેન્દ્રભાઇઍ તપાસ કરતા પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનુ ભાન થતા તેણે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.