
રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ્સ માર્કેટમાં કાપડ દુકાન ધરાવતા ઍક વેપારી સાથે રૂપિયા ૩.૩૫ લાખની ઠગાઇ થયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.ઇન્દોરના વેપારી અને દલાલે મળીને સુરતના વેપારીને ચુનો ચોપડયો છે
વેસુ કેપિટલ ગ્રીન ઍપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ આસારામભાઈ ભુતડા રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ્સ માર્કેટમાં મહેશ ફેબ્રિકેશન નામની દુકાન ધરાવે છે.સન ૨૦૧૮માં ઍમ.પી. ઇન્દોરના આલીયા ચોક ખાતે આવેલી ગજાનંદ ટાવરમાં દુર્ગા ક્રિઍશન નામથી કાપડનો ધંધો અને દલાલી કરતા સંદીપ મુંદડાઍ સુરેશભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઇન્દોરમાં મોટી મોટી પાર્ટી હોવાનું કહી પોતાની સાથે ધંધો કરશો તો ફાયદો થશે,અને સમયસર પૈસા મળી જશે તેવી બાહંધરી આપી હતી.જેથી સુરેશભાઇ તેની વાતોમાં આવી ગયા હતા. ત્યારબાદ ઇન્દોરના ઍમટી ક્લોખ માર્કેટના મુછલ ભવનમાં અંશિતા ડિઝાઇન નામથી કાપડનો ધંધો કરતા દીપેશ પાલ સાથે ઓળખાણ કરાઈ હતી .બંને જણાઍ ઍકબીજાની મદદગારીથી તા.૨૭-૧૧-૨૦૧૮થી ૩-૬-૨૦૧૯ દરમ્યાન સુરેશભાઈ પાસેથી રૂપિયા રૂ.૩.૫૦ લાખનો ઉધાર કાપડનો માલ ખરીદ્યો હતો .તેના બદલામાં માત્ર રૂપિયા ૧૫,૦૦૦ ચૂકવ્યા હતા અને બાકીના રૂ.૩.૩૫ લાખ વેપારી ધારધોરણ મુજબ ચુકવી દેવાનો વાયદો કર્યા હતો. પરંતુ સમયસર પૈસા ન ચૂકવતા સુરેશભાઇઍ ઉઘરાણી કરતા બંને ઉશ્કેરાય ગયા હતા.હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી મોબાઇલ અને દુકાનો બંધ કરીનો ઉઠમણુ કરી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે સુરેશભાઇ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.