ઉધના ૬૦ ફુટ રોડ કૈલાશ નગરમાં રહેતા ઍક યુવકે ઉધના રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા લુમ્સના કારખાનામાં ફાંસો ખાઇ આપઘાત કરતા પરિવાર પર શોકની કાલીમાં છવાય જવા પામી છે.
ઉધના ૬૦ ફુટ રોડ કૈલાશ નગરમાં રહેતા ૨૩ વર્ષિય પ્રવિણ નાગરે ઉધના હરીનગર -૨ સ્થિત રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમા પ્લોટ નંબર ૪૪મા આવેલા લુમ્સના કારખાનામાં બોબીન ભરવાની મજુરી કામ કરતો હતો.પ્રવિણ પોતાના ઘરેથી રાબેતા મુજબ નોકરી પર ગયો હતો .પરંતુ લુમ્સના ખાતામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અન્ય કારીગરો ગભરાય ગયા હતા.તાત્કાલ શેઠને જાણ કરતા તે કારખાનામાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ઉધના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશને નીચે ઉતારી પી.ઍમ માટે સિવીલ મોકલી આપી હતી. આ બનાવ અંગે પરિવારને જાણ કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.