
અલથાણ ભીમરાડ કેનાલ રોડ ટાઇમ્સ સ્કેરવરમા સ્પાની આડમાં ચાલતાï કુટણખાના પર પોલીસે રેડ કરી સ્પા માલિક મહિલા સહિત ચારને પકડી પાડયા હતા. સ્પામાંથી ત્રણ પડ્ઢિમ બંગાળી લલનાઓને મુકત કરવી ત્યાંથી રૂ.૨૮,૫૦૦ની મતા કબજે કરી છે.
અલથાણ પોલીસને બાતમી મળી હતી કે અલથાણ ભીમરાડ કેનાલ રોડ ટાઇમ્સ સ્કેરવરમા ફના સ્પામાં મસાજની આડમાં કુટણખાનુ ચાલી રહયુ છે. આ હકીકતના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ સ્પામાં રેડ કરી હતી. ત્યારે ડીંડોલી જલાલામ સોસાયટીમાં રહેતી સ્પાની માલિક રશીદા હામીદઅલી ખાતુન પકડાઇ ગઇ હતી. પોલીસે સ્પામા તપાસ કરતા પાંડેસરા શાંતીવન સોસાયટીમાં રહેતો ભરતલાલ રામલખન મૌર્યા,ઉધના મગદલ્લા રધુવીર બિઝનેશ પાર્ક શોપિંગ સેન્ટરમાં રહેતો અને સિકયુરીટી તરીકે નોકરી કરતો હરેશ રામનરેશ પ્રજાપતિ અને અલથાણ ખોડિયારનગરમાં રહેતો પ્રેમાનંદ દિલીપકુમાર દાસ નામના ગ્રાહકો પણ રંગેહાથ ઝડપાય ગયા હતા. પોલીસે સ્પામાંથી ડીંડોલી પ્રિયંકા હાઇટસમાં રહેતી સાબીરાબીબી શાબેર શેખ,ગોડાદાર ધીરજનગરમા રહેતી અંજલી અવધેશ રાજપુત અને પાંડેસરા ગીતાનગરમાં રહેતી સંગીતા અનારસિંગ મિસ્ત્રી નામની પડ્ઢિમ બંગાળની લલનાઓને પકડાય ગયા બાદ તેમની પુછપછર કરીïને છોડી મુકી હતી. પોલીસે સ્પામાથી રોકડા,મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૨૮,૫૦૦ની મતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.