પુણા મગોબના પ્રિયંકા ઇન્ટસીટી બિલ્ડીંગ આવેલા ઍક બંધ ફલેટમા ધોળે દિવસે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ ફલેટમાંથી રૂ.૬૪,હજારની રોકડ ચોરી કરી ભાગી ગયા હતા.
તેલંગાણા મેહેબુબાબાદ જીલ્લાના નેલીકુદુર ગામના વતની હાલ પુણા મગોબના પ્રિયંકા ઇન્ટરસીટીમાં રહેતા વિક્રમ સત્યનારાયણ બેતુ પાંડેસરા બી.આર.સી ખાતે ડીવાઇન ટેક્ષપ્રીટ નામની કંપનીમાં ડીઝાઇનર તરીકે નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.તા.૧૩મી ડિસેમ્બરના રોજ વિક્મ અને તેની પત્ની શ્રીજા બાઇક પર બજારમાં ખરીદી કરવા નિકળ્યા હતા.ત્યારબાદ વિક્રમભાઇઍ પોતાની પત્નીનીને ગોડાદરા કલ્પના સોસાયટીમાં રહેતા પોતાના સાળા રાકેશ શ્રીનિવાસ કામુના ઘરે ઉતારીને નોકરી પર જતા રહયા હતા.તે દરમ્યાન તેમના બંધ ફલેટમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોઍ તિજારીમાંથી રોકડા રૂ.૬૪,૦૦૦ ની ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે વિક્રમભાઇની પત્નીને જાણ થતા તેમણે પોતાના પતિને જાણ કરતા તે દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે વિક્રમભાઇઍે પુણા પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.