
ફેસબુક ઉપર જાહેરાત જોઈ ફ્રીઝ, બેડ, સોફાસેટ, ટી.વી ખરીદવા જતા સરથાણાના યુવાને રૂ.૧.૯૯ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.આર્મી જવાનની ઓળખ આપી ગઠીયાઍ પહેલા રૂ.૨૦૦૦ ડિપોઝીટ પેટે જમા કરાવી બાદમાં ટુક્ડે-ટુક્ડે જુદાજુદા ચાર્જના નામે પૈસા ભરાવી ફોન બંધ કરી દીધો હતો.
મૂળ અમરેલીના ધારીના સરસીયા ગામનો વતની અને સુરતમાં પુણા યોગીચોક ગોદાવરી પાર્ક સોસાયટી ઘર નં.૨૦ માં રહેતો ૨૪ વર્ષીય જયદીપ નરેશભાઈ વસોયા સણીયા સ્થિત શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે.ગત ૭ નવેમ્બરની સાંજે પોતાના ઘરે ફેસબુક જોતી વખતે જયદીપની નજર ફ્રીઝ, બેડ, સોફાસેટ, ટી.વી વેચવાની જાહેરાત ઉપર પડી હતી.તેમાં લખેલા બે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા નીરજકુમાર નામના વ્યકિતઍ પોતાની ઓળખ આર્મી જવાન તરીકે આપી સુરતથી બદલી થઈ છે તેથી ઘરનો સામાન વેચવાનો છે કહી આઈડી પ્રુફ પણ મોકલ્યું હતું.જેથી જયદિપે તેના ઉપર વિશ્વાસ મુકયો હતો.ત્યાર બાદ તેણે જયદીપ પાસે ડિપોઝીટ પેટે રૂ.૨ હજાર જમા કરાવ્યા હતા.ત્યાર બાદ નીરજકુમારે જયદીપ પાસે જુદાજુદા ચાર્જના નામે ટુક્ડે-ટુક્ડે રૂ.૧,૯૮,૫૦૪ જમા કરાવી બીજા રૂ.૫૦ હજારની માંગણી કરી હું તમને સામાન તમારા લોકેશન ઉપર મોકલી આપવાનું કહ્નાં હતું.પરંતુ ત્યાર બાદ તેણે ફોન બંધ કરી દેતા જયદીપે સાયબર ક્રાઈમના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી.તેના આધારે સરથાણા પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.