૧૫મી ગુજરાત વિધાનસભામાં નવા મંત્રીઓઍ ચાર્જ લઇ લીધો અને તેમની કામગીરી શરુ કરી દીધી છે. ઍવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લઇ મોટા સમાચાર સામે આવી રહ્ના છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરસિંહ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરાઈ છે. શંકરસિંહ ચૌધરી છે તે થરાદ વિધાન સભા બેઠક પરથી ચૂંટાયા છે અને જેઠાભાઈ ભરવાડ છે તે પંચમહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે.
૧૯ અને ૨૦ ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ અપાવશે. રમણલાલ વોરા અને ગણપત વસાવા અગાઉ પણ વિધાનસભાન અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ત્યારે નવા અધ્યક્ષ તરીકે કોણ ચાર્જ સંભાળશે ઍવી ચર્ચાઓ રાજકીય પક્ષોમાં થઈ રહી છે. ગુજરાતમાં મંત્રીગણની શપથવિધી બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. હવે ધારાસભ્યોના શપથગ્રહણ અને વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. આ માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે.