![](https://suratchannel.in/wp-content/uploads/2022/12/Still1215_00004.bmp)
મહિધરપુરા સિનેમા રોડ સ્થિત દિલ્હીગેટ ડાંગી શેરીમાં ચાલી રહેલા વરલી મટકાના જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧.૧૬ લાખની મત્તા કબજે કરી હતી તેમજ વરલી મટકાનો જુગાર ચલાવનાર સટોડિયા સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે મહિધરપુરા સિનેમા રોડ સ્થિત દિલ્હીગેટ ડાંગી શેરી નંબર ૩ પાસે ઓટલા પર જાહેરમાં કેટલાક લોકો વરલી મટકાનો જુગાર રમી રહયા છે. આ હકીકતના આધારેસ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરતા ભાગદોડ મચી ગઇ હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે જુગાર રમતા અમે રમાડતા મળી કુલ ૭ લોકોને પકડી પાડયા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા ૩૫,૧૧૦, ૭ મોબાઈલ, ઍક બાઈક, બે મોપેડ તથા જુગાર રમવા તથા રમાડવાના સાધનો મળી કુલ ૧,૧૬,૬૭૦ની મત્તા કબજે કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારીઓની પુછપરછ કરતા બારડોલી બાબેન રોડ પર રહેતો અમરસિહ છોટુભાઈ વસાવા,અંકલેશ્વર નવી નગરીમાં રહેતો વિજયભાઈ નાથુભાઈ વસાવા,વરાછા જૂની આંબાવાડીમા રહેતો દિલીપ ચિંતામણ ઠાકર, વરાછા ઉદ્રેશ ભૈયાની ચાલમા રહેતો મનોજભાઈ ગોવિંદભાઈ પટેલ,વરાછા માતાવાડીમા રહેતો પ્રવીણભાઈ હરીભાઈ કાપડિયા,રામપુરામા રહેતો મહમદ શબ્બીર પીરમહમદ મુન્સી અને દિલ્હીગેટમા રહેતો આનંદભાઈ કૈલાશભાઈ ઠાકુર હોવાનુ જણાવ્યુ હતુ. સ્ટેટ મોનીટરીંગ સેલે વધુ તપાસ કરતા આ વરલી મટકાનો જુગાર ચલાવનાર બેગમપુરાનો યુસુફભાઈ ગુલાબમિયા મકરાણી અને જાવેદ છે. તેઓ રેડ દરમ્યાન ત્યાંથી ભાગી જતા બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ મહિધરપુરા પોલીસને સોપી છે.