શહેરમાં રખડતા ઢોરને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ઢોરને ઓળખી કાઢવા માટે ટેગ લગાવવાની કામગીરી શરૂકરવામાં આવી હતી. મનપા દ્વારા ઢોર પાર્ટીની ત્રણ અલગ અલગ ટીમ બનાવીને ઢોરોની ઓળખ થઈ શકે અને રસ્તે રખડતા બંધ થાય તેના માટેના પ્રયાસો યથાવત રાખવામાં આવ્યા છે.પાલિકા દ્રારા અત્યાર સુધીમાં ૧૨૦૦૦ ઢોરને ટેગ લગાવાયા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારે ફરીથી ઢોરને ટેગ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઢોરોને રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન ચીપ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. જે ખૂબ જ સફળ રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ઍક ટીમમાં ૧૪ કર્મચારીઓન સમાવેશ કરવામાં આવ્યો છે.જેમના દ્વારા રોજ ઢોરને અલગ અલગ વિસ્તારોમાં જઈને ટેગ લગાડવામાં આવી રહયા છે.સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચીપ લગાડવા માટેની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં વધુ ઢોરને ચીપ લગાડવામાં આવે તેના માટે સુરત મહાનગરપાલિકા વિનામૂલ્ય ચીપ લગાડી રહી છે. શરૂઆતના તબક્કામાં ઢોરના માલિકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. પરંતુ હવે તે પણ વસુલવાના બંધ કરી દીધા છે. ઍક ટીમ દ્વારા રોજના ૧૦૦ જેટલા ઢોરોને ટેગ લગાડવામાં આવે છે ઍવી અલગ અલગ ત્રણ ટીમો મળીને અંદાજે ૨૫૦ કરતાં વધુ ઢોરોને ટેગ લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. .પાલિકા દ્રારા અત્યાર સુધીમાં ૧૨૦૦૦ ઢોરને ટેગ લગાડયા છે.જેનાથી ઢોરના માલિક અંગેની તમામ વિગતો મળી રહે છે.ઢોરો કયા સમયે ક્યાં ફરી રહયા છે તેની તમામ માહિતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને મળી જાય છે. તેથી જો તેઓ રસ્તે રખડતા હોય તો તેમને ઝડપી પાડવાનું કામ પણ સરળ બની રહેશે. ઢોર કેટલી વખત રખડતું ઝડપાયું છે. તેને ધ્યાનમાં રાખીને ઢોરના માલિકને દંડ ફટકારવામાં વસુલવાની કામગીરી કરવામાં આવે છે.