દેશની આઝાદીના પ્રમુખ સ્થાન ગણાતો નવસારી જિલ્લામાં આવેલ ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ છે. મહાત્મા ગાંધી બાપુઍ સાબરમતી થી દાંડી સુધી પદયાત્રા કરી હતી ત્યારે ગો ધાર્મિક સંસ્થા દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના ઐતિહાસિક દાંડી સુધી આ સોલ્ટ સત્યાગ્રહ ઍટલે કે સાયકલ યાત્રા આવી પહોંચી છે.
સામાજિક સેવા કરતી સંસ્થા ગો ધાર્મિક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી આવી છે. ગો ધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે પર્યાવરણની રક્ષા, અહીંસા પરમ ધર્મ અને ભાઇચારા ને અનુસંધાને સોલ્ટ રાઈડ યોજવામાં આવી હતી. આ સોલ્ટ રાઈડ ૧૦ ડિસેમ્બરના રોજ સાબરમતી આશ્રમ થી પ્રસ્થાન કરી આજ રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ખાતે આવી પહોંચી છે. દાંડી ખાતે સાયકલિસ્ટઓ ભારતીય આદિવાસી સંસ્કૃતિના સંગીતમાં રમઝટ બોલાવી ગાંધીનો જય ગોષ કર્યો હતો . આ સોલ્ટ રાઈડમાં ૧૯ જેટલા સાઈકલિસ્ટ જોડાયા હતા. જેમાં યુકે, સ્ક્રોટલેન્ડનાં વિદેશી નાગરિકો સાથે ઍનઆરઆઈ રાઈડમા જોડાયા છે. આજ સવારે નવસારી શહેરના લુન્સીકુઈ થી પ્રસ્થાન કરી સામાપુર ગામ સુધી ૨૦ કિમી સુધી સાયકલ યાત્રા કરી હતી અને ત્યારબાદ બે કિલોમીટરનું અંતર પગપાળા કરી દાંડી યાત્રા કરી છે. આ સાયકલિસ્ટઓઍ દાંડીયાત્રાનો અનુભવ મેળવવા સાબરમતી આશ્રમથી દાંડી સુધી ગાંધી બાપુ સત્યાગ્રહ સમતે જ્યાં જયા રોકાયા હતા ટે વિસ્તારમાં આ સાયકલીસ્ટ રોકાયા અને લોકોમાં જાગૃત લાવવાનો પ્રયાસ કર્યો હતો .