
રીંગરોડ મહાલક્ષ્મી માર્કેટમાં આવેલી ઍક બંધ કાપડની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ શટરના લોક કાપી અંદર પ્રવેશ કરી ડ્રોવરમાંથી રોકડા રૂ.૫.૩૬ લાખ ચોરી કરી ભાગી ગયા હતા.
સીટીલાઇટ રોડ સુર્યા પેલેસમાં રહેતા આકાશભાઇ જયપ્રકાશ ખેરાજાની રીંગરોડ મહાલક્ષ્મી માર્કેટમાં ઍકતા ઍન્ટરપ્રાઇસ નામની કાપડની દુકાન ધરાવે છે.તા.૧૪મી ડિસેમ્બર રાત્રિમા સમયે આકાશભાઇ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ તસ્કરો માર્કેટમાં ત્રાટકયા હતા. આકાશભાઇની દુકાનને તસ્કરોઍ ટારગેટ કરી શટરના બંને બાજુના લોક કોઇ સાધન વડે કાપી નાંખી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ ડ્રોવરનો લોક તોડી અંદર મુકેલા રોકડા રૂ.૫.૩૬ લાખ ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે બીજા દિવસે આકાશભાઇને જાણ થતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.