![](https://suratchannel.in/wp-content/uploads/2022/12/Still1216_00005.bmp)
નર્મદા ઍલસીબી અને ઍસઓજીઍ સંયુક્ત કામગીરી કરી સાગબારાના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ૩૮.૩૨ લાખના અફીણ પોષડોડા સહિત ટેમ્પો સાથે બે આરોપીને ઝડપી પાડયા હતા.
નર્મદા જીલ્લામાં ઍલ.સી.બી. અને ઍસ.ઓ.જી.નાઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ઍક આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ પોષ ડોડાની બોરીઓ લઇને જાય છે. આ બાતમીના આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ નાકાબંધી કરી હતી.તે દરમ્યાન બાતમીવાળો આઇસર ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ ભંવરલાલ સુડારામ સારણ અને અણદારામ શૈતાનારામ સારણ જણાવ્યુ હતુ.પોલીસે આઇસર ટેમ્પાની ઝડતી કરતાં લસણની બોરીઓની નીચેથી મીણીયા થેલાઓમાં માદક પદાર્થ અફીણના પોષ ડોડા મળી આવ્યા હતા.જેથી પોલીસે અફીણ પોષ ડોડા ૧૧૩૨ કિલો કિમત રૂ. ૩૩,૯૬,૯૪૮, આઇસર ટેમ્પો ,૬૦ નંગ લસણની પ્લાસ્ટીકની જાળીવાળી બોરીઓ , તાડપત્રી વગેરે મળી કુલ રૂ ૩૮.૩૨ લાખની મતા સાથે બંન્ને આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.જયારે સોમરાજ મોહનલાલ બિશ્નોઇ , ભંવરલાર ધીમારામ બિશ્નોઇને વોન્ટેડ જાહેર કર્યા છે.