સુરત શહેર વરાછા વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓને બેંકમાંથી બોલું છું તેમ કહી ઠગબાજાઍ તમારો જુનુ ક્રેડીટ કાર્ડ બંધ થવાનુ છે અને નવુ ક્રેડિટ ઇશ્યુ થશે છે.તેમ જણાવી તેની લીમીટ ચેક કરવાના બહાને ક્રેડિટ કાર્ડની માહિતી ભરાવી તેઓના ખાતામાંથી કુલ રૂ.૧.૫૦ લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાય છે.
વરાછા સીતાનગર પાસે કૈલાશધામ સોસાયટીમાં રહેતા મિતેશકુમાર રમેશભાઈ સાંગાણી વરાછા સેન્ટ્રલ બજારમાં કાપડની દુકાન ધરાવે છે . મિતેશકુમાર બેક ઓફ બરોડાનો ક્રેડિટ કાર્ડ ધરાવે છે.તારીખ ૧૬મી ડિસેમ્બરના રોજ મિતેશકુમાર પોતાની ઓફિસ હાજર હતા. ત્યારે અજાણ્યા નંબરથી તેમને ફોન આવ્યો હતો.ફોન કરનાર વ્યકિતઍ પોતાની ઓળખ ઍકસીસ બેકમાંથી બોલતા હોવાનુ કહી તેમની સાથે વાત કરી હતી.તમારૂ જુનુ ક્રેડિટ કાર્ડ બંધ થવાનું છે અને નવુ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ થશે.જા તમારે તેની લીમીટી વધારવી હોય તો હાલની લીમીટ ચેક કરવાના બહાને તેમની પાસે ઍકસીસસીપીપી.કોમ નામની વેબસાઇટમા બેક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડની માહિતી ભરાવી હતી. ત્યારબાદ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રોકડા રૂ.૯૯,૭૬૪ ઉપાડી લીધા હતા. આ અંગેને મેસેજ આવતા મિતેશકુમારના હોશ ઉડી ગયા હતા. પોતાની સાથે છેતરપીડીં થયા હોવાનુ ભાન થતા મિતેશકુમારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે બીજા બનાવવા વરાછા ઍકે રોડ સૂર્ય નગર સોસાયટીમાં રહેતા અંકિતભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા રતન્કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે .તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ અંકિતભાઇ ઘરે હાજર હતા. ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.ફોન કરનાર વ્યકિતઍ પોતાની ઓળખ કોટક મહીન્દ્રા બેકમાંથી બોલતા હોવાનુ કહી તેમની સાથે વાત કરી હતી.તમારૂ જુનુ ક્રેડિટ કાર્ડ બંધ થવાનું છે અને નવુ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ થશે. લીમીટી વધારવાના બહાને તેમની પાસેથી બેક ખાતાની તમામ માહિતી મેળવી તેમની ખાતામાંથી રૂ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા.આ અંગેને મેસેજ આવતા અંકિતભાઇના હોશ ઉડી ગયા હતા. પોતાની સાથે છેતરપીડીં થયા હોવાનુ ભાન થતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.